ધોરણ ૩ થી ૮ની પ્રથમ ત્રિમાસિક અને પ્રથમ સત્રાંત કસોટી ૨૦૨૬-૨૭ – મહત્વની સૂચનાઓ અને સમયપત્રક
પરિચય
ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ સત્રમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે પ્રથમ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટી યોજવાની છે.
જીસીઈઆરટી (GCERT) અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ આ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. આ કસોટીઓ વિદ્યાર્થીઓના અભ્યાસની પ્રગતિ જાણવા અને રચનાત્મક મૂલ્યાંકનમાં મહત્વનો ભાગ ભજવશે.
ચાલો, વિગતવાર જાણીએ…
૧. પ્રથમ ત્રિમાસિક કસોટી (૧૭ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૬)
- તારીખ: ૧૭ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ ૨૦૨૬
- ધોરણ: ૩ થી ૮
- ગુણ: દરેક વિષયની ૪૦ ગુણની કસોટી
- અભ્યાસક્રમ: જીસીઈઆરટીની માસવાર ફાળવણી મુજબ ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ
મહત્વની સૂચનાઓ:
- કસોટી Competency અને Learning Outcomes આધારિત તૈયાર કરવાની રહેશે.
- તેમાં હેતુલક્ષી, અતિ ટૂંકજવાબી, ટૂંકજવાબી અને નિબંધ પ્રકારના પ્રશ્નો સામેલ કરવા.
- ૩૦% પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવા MCQ પ્રકારના રાખવા.
- જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને ૧૫ ઓગસ્ટ સુધીમાં Online Attendance Portal અને શાળાના ઈ-મેઈલ પર મોકલવામાં આવશે.
- શિક્ષકો પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે અથવા પોતે તૈયાર કરી શકશે.
- આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકનમાં ગણાશે અને સત્રાંત પરિણામપત્રકમાં દર્શાવાશે.
- કસોટીપત્રો શાળા ફાઈલમાં સાચવી રાખવા.
ત્રિમાસિક કસોટીનું સમયપત્રક (સંક્ષિપ્ત)
| તારીખ | વાર | ધોરણ | વિષય | સમય |
|---|---|---|---|---|
| ૧૭/૦૮/૨૦૨૬ | સોમવાર | ૬ થી ૮ | સામાજિક વિજ્ઞાન | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૧૮/૦૮/૨૦૨૬ | મંગળવાર | ૩ થી ૮ | ગુજરાતી | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૧૯/૦૮/૨૦૨૬ | બુધવાર | ૩ થી ૮ | ગણિત | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૨૦/૦૮/૨૦૨૬ | ગુરુવાર | ૩ થી ૮ | હિન્દી | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૨૧/૦૮/૨૦૨૬ | શુક્રવાર | ૩ થી ૫ | પર્યાવરણ | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૨૧/૦૮/૨૦૨૬ | શુક્રવાર | ૬ થી ૮ | વિજ્ઞાન | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૨૨/૦૮/૨૦૨૬ | શનિવાર | ૬ થી ૮ | સંસ્કૃત | ૦૮:૦૦ થી ૧૦:૦૦ |
| ૨૪/૦૮/૨૦૨૬ | સોમવાર | ૩ થી ૮ | અંગ્રેજી | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
| ૨૫/૦૮/૨૦૨૬ | મંગળવાર | ૩ થી ૮ | અન્ય પ્રથમ ભાષા | ૧૧:૦૦ થી ૧૩:૦૦ |
નોંધ: પાળી પદ્ધતિ ધરાવતી શાળાઓમાં પણ આ જ સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે.
૨. પ્રથમ સત્રાંત કસોટી (૨૨ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬)
- તારીખ: ૨૨ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર ૨૦૨૬
- અભ્યાસક્રમ: જૂનથી ઓક્ટોબર સુધીનો
- ગુણ:
- ધોરણ ૩ થી ૫ → ૪૦ ગુણ
- ધોરણ ૬ થી ૮ → ૮૦ ગુણ
મહત્વની સૂચનાઓ:
- આ વર્ષથી સત્રાંત કસોટીમાં પણ ૩૦% પ્રશ્નો Learning Outcome આધારિત (પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રકારના) પૂછવામાં આવશે.
- કસોટીપત્રોનું પરિરૂપ (Blueprint) રાજ્યકક્ષાએથી તૈયાર કરીને DIETને આપવામાં આવશે.
- સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રક મુજબ લેવાના રહેશે.
- સ્વનિર્ભર શાળાઓ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પેપર રાજ્યકક્ષાના માળખા મુજબ તૈયાર કરી શકશે.
- ધોરણ ૩-૪ના વિદ્યાર્થીઓ કસોટીપત્રમાં જ ઉત્તર લખશે, જ્યારે ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં લખશે.
- ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
- પરીક્ષા દરમિયાન ગોપનીયતાની સખત તકેદારી રાખવી.
સત્રાંત કસોટીનું સમયપત્રક (સંક્ષિપ્ત)
| તારીખ | વાર | ધોરણ | વિષય | સમય / ગુણ |
|---|---|---|---|---|
| ૨૨/૧૦/૨૦૨૬ | ગુરુવાર | ૩ થી ૫ | ગુજરાતી | ૧૧:૦૦-૧૩:૦૦ (૪૦) |
| ૨૨/૧૦/૨૦૨૬ | ગુરુવાર | ૬ થી ૮ | ગુજરાતી | ૧૪:૦૦-૧૭:૦૦ (૮૦) |
| ૨૩/૧૦/૨૦૨૬ | શુક્રવાર | ૩ થી ૫ | ગણિત | ૧૧:૦૦-૧૩:૦૦ (૪૦) |
| ૨૩/૧૦/૨૦૨૬ | શુક્રવાર | ૬ થી ૮ | ગણિત | ૧૪:૦૦-૧૭:૦૦ (૮૦) |
| ૨૪/૧૦/૨૦૨૬ | શનિવાર | ૬ થી ૮ | સંસ્કૃત | ૦૮:૦૦-૧૧:૦૦ (૮૦) |
| ૨૬/૧૦/૨૦૨૬ | સોમવાર | ૩ થી ૫ | હિન્દી | ૧૧:૦૦-૧૩:૦૦ (૪૦) |
| ૨૬/૧૦/૨૦૨૬ | સોમવાર | ૬ થી ૮ | હિન્દી | ૧૪:૦૦-૧૭:૦૦ (૮૦) |
| ૨૭/૧૦/૨૦૨૬ | મંગળવાર | ૩ થી ૫ | પર્યાવરણ | ૧૧:૦૦-૧૩:૦૦ (૪૦) |
| ૨૭/૧૦/૨૦૨૬ | મંગળવાર | ૬ થી ૮ | વિજ્ઞાન | ૧૪:૦૦-૧૭:૦૦ (૮૦) |
| ૨૮/૧૦/૨૦૨૬ | બુધવાર | ૩ થી ૫ | અંગ્રેજી | ૧૧:૦૦-૧૩:૦૦ (૪૦) |
| ૨૮/૧૦/૨૦૨૬ | બુધવાર | ૬ થી ૮ | અંગ્રેજી | ૧૪:૦૦-૧૭:૦૦ (૮૦) |
| ૨૯/૧૦/૨૦૨૬ | ગુરુવાર | ૬ થી ૮ | સામાજિક વિજ્ઞાન | ૧૪:૦૦-૧૭:૦૦ (૮૦) |
| ૩૦/૧૦/૨૦૨૬ | શુક્રવાર | ૩ થી ૮ | અન્ય પ્રથમ ભાષા | સવાર/બપોર |
અન્ય મહત્વની બાબતો
- પરીક્ષા દરમિયાન CRC, BRC, કેળવણી નિરીક્ષક, TPEO, SSA કો-ઓર્ડિનેટર અને DIET લેક્ચરર દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવશે.
- દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અગાઉની સૂચનાઓને ધ્યાને રાખવી.
- પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે સમગ્ર શિક્ષા તરફથી અલગ સૂચના આપવામાં આવશે.
- સ્થાનિક રજા હોય તો પણ સમયપત્રક મુજબ જ પરીક્ષા યોજવાની રહેશે.
No comments:
Post a Comment