Friday, 7 August 2026

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે તબીબી સારવારના ખર્ચની મંજૂરી સત્તામાં મોટો સુધારો


ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્ય સરકાર માન્ય એમ્પેનલ્ડ હોસ્પિટલમાં મેળવેલ તબીબી સારવારના ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટેની નાણાકીય સત્તાઓમાં સુધારો કર્યો છે.

નવી મંજૂરી સત્તાઓ:

ખર્ચની રકમમંજૂરી આપનાર સત્તાધિકારી
₹ ૨૫,૦૦૦ સુધીકચેરીના વડા
₹ ૧,૦૦,૦૦૦ સુધીખાતાના વડા
₹ ૩,૦૦,૦૦૦ સુધીસંબંધિત વહીવટી વિભાગના વડા
₹ ૩ લાખથી વધુ ₹ ૫ લાખ સુધીઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડા
  • ₹ ૫ લાખથી વધુના કેસોમાં નિયમ-૨૩ હેઠળની સમિતિ મારફતે માનનીય મંત્રીશ્રી (આરોગ્ય)ની મંજૂરી લેવાની રહેશે.
  • ₹ ૧૦ લાખથી વધુના કેસોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજૂરી જરૂરી છે.

આ સુધારો ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી અમલમાં આવશે. અગાઉ મંજૂર થયેલા કેસો ફરીથી ખોલવામાં આવશે નહીં, પરંતુ વહીવટી વિભાગ કે આરોગ્ય વિભાગ કક્ષાએ પડતર કેસોનો નિકાલ આ નવી જોગવાઈ મુજબ કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબીજનો માટે આ સુધારો રાહતરૂપ નીવડશે.


વધુ માહિતિ માટે પરિપત્ર જુવો. 

No comments:

  28 જાહેરનામું બહાર પડ્યું! પરિપત્ર ડાઉનલોડ કરવ............... TOUCH HERE ધોરણ-6માં પ્રવેશ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે ક...