HTAT Special Competitive Examination 2026: ફોર્મ ભરવાની તારીખ લંબાઈ અને નવી પરીક્ષા તારીખ જાહેર
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે બઢતી મેળવવાની સુવર્ણ તક આપતી મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-૨૦૨૬ (HTAT SCE) ના આવેદનપત્રો ભરવાની મુદત લંબાવવા અંગેનો અગત્યનો પરિપત્ર ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવ્યો છે.
પરિપત્ર ડાઉન લોડ કરવા માટે. ક્લિક કરો
શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ
શિક્ષણ વિભાગના માર્ગદર્શન અનુસાર આવેદનપત્ર પ્રક્રિયામાં નીચે મુજબની છૂટછાટો અને સ્પષ્ટતાઓ આપવામાં આવી છે:
- સ્નાતકની પદવી વિના પણ પાત્રતા: આ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા બઢતીના હેતુ માટે હોવાથી, ફીડર કેડરના શિક્ષકો જો અન્ય નિયત શરતો પૂર્ણ કરતા હોય, તો તેઓ સ્નાતક (Graduate) છે કે નહીં તે ધ્યાને લીધા વિના તેમની શૈક્ષણિક અને સેવા લાયકાતના આધારે પરીક્ષા માટે પાત્ર ગણાશે.
- જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકો માટે રાહત: જે શિક્ષકોના જિલ્લા ફેરબદલીના હુકમ થઈ ગયા છે પરંતુ માત્ર વહીવટી કારણોસર જૂની શિક્ષણ સમિતિમાંથી છૂટા થયા નથી, તેઓ બદલીવાળી નવી શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે અરજી કરી શકશે.
સુધારેલ નવું ટાઈમટેબલ
No comments:
Post a Comment